
વાપી ઇન્ટરેક્ટ કલબના સભ્યોએ દિવાળીના દિવા વેંચીને મેળવેલી રકમમાંથી 2 વ્હીલચેર ખરીદી હોસ્પિટલને સુપ્રત કરી
વાપીમાં કાર્યરત ઇન્ટરેક્ટ કલબ ઓફ વાપીના સભ્યોએ પોકેટ મનીમાંથી જાતે તૈયાર કરેલા દિવાઓનું દિવાળી પર્વમાં વેંચાણ લાર્યું હતું. આ દિવા વેચી તેમાંથી મળેલી તમામ રકમની 2 વ્હીલચેર ખરીદી હતી. આ વ્હીલચેરને તેઓએ હોસ્પિટલમાં ડોનેટ કરી સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
વાપીમાં અનેક સેવાકીય સંસ્થાઓ આરોગ્ય, શૈક્ષણિક અને જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થતી આવી છે. આ સેવાકીય પ્રવૃત્તિમાં મોટેભાગે આવી સંસ્થાઓ ઉદ્યોગોમાંથી CSR ફંડ મેળવીને કે દાતાઓ તરફથી દાનની રકમ મેળવીને આ સેવા કરે છે. પરંતુ વાપીમાં કાર્યરત ઇન્ટરેક્ટ કલબ ઓફ વાપીના સભ્યોએ દિવાળી દરમ્યાન જાતે તૈયાર કરેલા દિવાઓને વેંચી તેમાંથી મળેલી તમામ રકમની 2 વ્હીલચેર ખરીદી હતી. જે વ્હીલચેરને હોસ્પિટલમાં ડોનેટ કરી છે.
આ સેવાના ઉત્તમ ઉદાહરણ અંગે ખુશી વ્યક્ત કરતા ઇન્ટરેક્ટ કલબ ઓફ વાપીના પૂર્વ પ્રેસિડેન્ટ્સ તિથિ પટેલ અને સભ્યોએ જણાવ્યુ...