વલસાડ જિલ્લાના 2 તાલુકામાં અને સેલવાસમાં મેઘરાજાની સેન્ચ્યુરી, વરસાદી પાણીના સંગ્રહની કોઈ ઠોસ યોજના ના હોય દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટાભાગનું પાણી દરિયામાં વહી ગયું….
વર્ષ 2024માં મેઘરાજાએ વધુ એકવાર શતક પૂરું કર્યું છે. આ વર્ષે શરૂઆતમાં વરસાદ ના મોડા મંડાણ થયા હતાં. પરંતુ જેમ ક્રિકેટ મેચમાં ધીમું રમતો બેટ્સમેન અચાનક અડધી સદી બાદ બોલરોને ઝૂડી નાખી સદી પુરી કરી નાખે એવી અદા માં વલસાડ જિલ્લાના તમામ તાલુકામાં 50 ઇંચ માંડમાંડ વરસેલા મેંઘરાજાએ છેલ્લા એક પખવાડિયામાં અનરાધાર વરસી જિલ્લાના 6 તાલુકા પૈકી 2 તાલુકામાં પોતાની શતકીય ઇંચ ની ઇનિંગ પુરી કરી લીધી છે. બાકીના 4 તાલુકામાં હવે સદી તરફ આગેકૂચ ચાલી રહી છે. સંઘ પ્રદેશ સેલવાસમાં પણ સિઝનનો કુલ વરસાદ 100 ઇંચ ને પાર થયો છે.વલસાડ જિલ્લામાં અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી દમણમાં સીઝનના કુલ વરસાદની વિગતો જોઈએ તો 27મી ઓગસ્ટ સુધીમાં વલસાડ જિલ્લામાં સરેરાશ 99 ઇંચ વરસાદ નોંધાયો છે. તાલુકા મુજબ જોઈએ તો, સૌથી વધુ વરસાદ કપરાડા તાલુકામાં 118 ઇંચ નોંધાયો છે. વલસાડ તાલુકામાં કુલ 103 ઇંચ વરસાદ નોંધાયો છે. વાપી તાલુકામાં 98 ઇંચ, ધર...