
સાબરમતી મલ્ટીમોડેલ ટ્રાન્સપોર્ટ હબનો વાણિજયક ઉપયોગ કરવા માટે NHSRCL દ્વારા મિટિંગનું આયોજન કરાયું
અમદાવાદ ખાતે સાબરમતી મલ્ટીમોડેલ ટ્રાન્સપોર્ટ હબનો વાણિજયક ઉપયોગ કરવા માટે નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશ લિમિટેડ (NHSRCL) દ્વારા હિતધારકો (Stakeholders) સાથે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજિત 45 વિવિધ સેક્ટરના લોકો ઉપસ્થિત રહ્યા હતાં.
આ મીટિંગમાં રિટેઈલ, બેન્ક્સ, મલ્ટી નેશનલ કંપનીઓ, કોમર્શિયલ સાહસિકો, એરપોર્ટ કન્સેશનર્સ, હોટેલ ચેઇન ધરાવનાર વિગેરે પેઢીની મહત્વની વ્યક્તિઓ ઉપસ્થિત રહી હતી. જેની ઉપસ્થિતિમાં NHSRCL ના અધિકારીઓએ વિગતવાર ચર્ચા કરી મહત્વની જાણકારી પ્રદાન કરી હતી. સાબરમતી મલ્ટીમોડેલ ટ્રાન્સપોર્ટ હબ એક ટ્રાન્ઝિટ ટર્મિનલ બિલ્ડીંગ છે, જે મુંબઈ-અમદાવાદ હાઇ સ્પીડ રેલ કોરિડોર, વેસ્ટર્ન રેલ્વે સ્ટેશનો, મેટ્રો સ્ટેશન અને બીઆરટી કોરિડોર હેઠળ બંધાતા સાબરમતી હાઇ સ્પીડ રેલ્વે સ્ટેશન પર એકધારી કનેક્ટિવિટી પૂરી પાડવા માટે આયોજીત કરેલ છે.
આ બિલ્ડીંગ પૂર્ણ થવાને તબ...