મુંબઈ થી અમદાવાદ જતી ડબ્બલ ડેકર ટ્રેનના કોચ નંબર C-7માં સર્જાઈ યાંત્રિક ખામી, વાપી રેલવે સ્ટેશને ટેક્નિકલ ટીમ દ્વારા કામગીરી હાથ ધરાઈ
વાપી રેલવે સ્ટેશને સ્ટોપેજ થયેલ મુંબઈ સેન્ટ્રલ ટ્રેઇનમાં યાંત્રિક ખામી સર્જાતા ટ્રેનને ઉભી રાખી દેવામાં આવી હતી.
મળતી વિગતો મુજબ મુંબઈ થી અમદાવાદ તરફ જતી મુંબઈ સેન્ટ્રલ ડબ્બલ ડેકર ટ્રેન તેના નિયત સમયે વાપી રેલવે સ્ટેશને પહોંચી હતી. જે ત્યાંથી આગળનો સફર શરૂ કરે તે પહેલાં કોચ નંબર C-7 માં યાંત્રિક ખામી સર્જાઈ હતી. જેથી તેની કામગીરી હાથ ધરવા ટેક્નિકલ ટીમને બોલાવવાની ફરજ પડી હતી. જે દરમ્યાન ટ્રેનમાં સફર કરનારા મુસાફરોએ પણ રેલવે સ્ટેશને જ ટ્રેનમાં બેસી રહેવું પડયું હતું. આ દરમ્યાન એ રૂટની અન્ય તમામ ટ્રેનને પ્લેટફોર્મ નંબર 3 પરથી પસાર કરવામાં આવી હતી.
ઘટનામાં કોઈ જાનહાની કે અન્ય કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ ઉભી થઇ નહોતી. જ્યારે ટેક્નિકલ ટીમ દ્વારા ટ્રેનના આગળના ભાગને અલગ કરી કામગીરી હાથ ધરી હતી. જો કે કોચ C-7 ની ઍક્સેલમાં ખામી હોય તે કોચને વાપી રેલવે સ્ટેશનને છોડી દેવામાં આવ્યો છે. જે કોચમાં ...