“સંત આશારામ બાપુ આશ્રમ, ગૌશાળા દ્વારા દમણમાં માતૃ-પિતૃ પૂજન દિવસની ઉજવણી કરાઈ
શ્રી યોગ વેદાંત સેવા સમિતિ દ્વારા દમણના રીંગણવાડા, પરેટી અને વરકુંડ વિસ્તારની અલગ અલગ શાળાઓમાં માતૃપિતૃ પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોએ તેમના માતા-પિતા, વાલીઓ અને શિક્ષકોનું તિલક લગાવી, અક્ષત અને પુષ્પો અર્પણ કરી, પ્રસાદ ખવડાવીને સમ્માન કર્યું હતું.
ઉપસ્થિત બાળકોએ તમામ ગુરુજનો, વડીલો તથા તેમના માતાપિતાને ફૂલહાર પહેરાવી આરતી કરી તેમની પ્રદક્ષિણા પણ કરી હતી. વાલીઓએ બાળકોને ગળે લગાડી ભાવપૂર્વક આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે માતા-પિતા અને બાળકો પરસ્પર પ્રેમ પામીને ભાવવિભોર થયા હતા, તેમની આંખોમાં પ્રેમના આંસુ છલકાયા હતાં. આ માતૃપિતૃ પૂજનના અનોખા કાર્યક્રમમાં લગભગ 2500 આસપાસની સંખ્યામાં વાલીઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ ના અંતે પ્રસાદ વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
આ દરમિયાન સમિતિના પ્રવક્તા મુકેશ ભાઈએ જણાવ્યું કે, વાસ્તવિક સ્વર્ગ તો મા...