Friday, January 31News That Matters

Tag: Material has been strewn on the pothole road now the motorists have fallen into the pothole instead of falling the road and building department officials-contractors have lost their minds

ખાડા માર્ગમાં મટીરીયલ પાથરી કર્યું કિચ્ચડ… હવે, ખાડામાં પડીને નહિ… સ્લીપ થઈને પટકાયા વાહનચાલકો… માર્ગ અને મકાન વિભાગના અધિકારી-કોન્ટ્રાક્ટરની બુદ્ધિ બહેર મારી ગઈ છે?

ખાડા માર્ગમાં મટીરીયલ પાથરી કર્યું કિચ્ચડ… હવે, ખાડામાં પડીને નહિ… સ્લીપ થઈને પટકાયા વાહનચાલકો… માર્ગ અને મકાન વિભાગના અધિકારી-કોન્ટ્રાક્ટરની બુદ્ધિ બહેર મારી ગઈ છે?

Gujarat, National
શુક્રવારે ઔરંગા ટાઈમ્સ માં અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો કે, વાપી સેલવાસ માર્ગની જેમ વાપી નજીક આવેલ બલિઠા ફાટક થી લઇ દાંડીવાડ કબ્રસ્તાનને લગતા રોડ પર પણ મસમોટા ખાડાઓ જીવલેણ બની રહ્યા છે. અવારનવાર અહીં નાનામોટા અકસ્માત સર્જાઈ રહ્યા છે. તેમ છતાં પંચાયત કે માર્ગ મકાન વિભાગ આ રસ્તાઓની મરામત કરવામાં આંખ આડા કાન કરે છે. જો કે, આ અહેવાલ બાદ તંત્રએ આળસ ખંખેરી માર્ગની મરામત કામગીરી હાથ ધરી છે. પરંતુ, એમાં પણ એવું બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે કે, હવે આ માર્ગ પર વાહનચાલકો ખાડામાં પડીને નહિ પરંતુ, સ્લીપ થઈને પટકાઇ રહ્યા છે. બલિઠાનો આ માર્ગ ભારે વાહનોની અવરજવરથી ધમધમતો માર્ગ છે. માર્ગ પર પડેલા ખાડાઓમાં વરસાદી પાણી ભરાયેલ હોય ખાડો કેટલો ઊંડો છે. તેનો અંદાજ લગાવવામાં વાહનચાલકો ગફલત કરી રહ્યા હતા. આ રોડ એસ.ટી. બસો, નોકરીયાતોના વાહનો, સ્કૂલ બસ, ભારે વજનની ટ્રકો માટે મહત્વનો માર્ગ મનાય છે. ખાડાઓમાં ક...