Friday, October 18News That Matters

Tag: Marine Police nabs Bengali practicing medicine without GMC certificate at Phansa with drug quantity of 34000

મરીન પોલીસે ફણસા ખાતે GMC ના પ્રમાણપત્ર વિના તબીબી પ્રેક્ટિસ કરતા બંગાલીને 34000 ની દવાના જથ્થા સાથે ઝડપી પાડ્યો….!

મરીન પોલીસે ફણસા ખાતે GMC ના પ્રમાણપત્ર વિના તબીબી પ્રેક્ટિસ કરતા બંગાલીને 34000 ની દવાના જથ્થા સાથે ઝડપી પાડ્યો….!

Gujarat, National
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ફણસા ગામની બજારમાં આનંદ ક્લિનિકના નામે ગેરકાયદેસર તબીબી પ્રેક્ટિસ કરતા રાકેશ દેવકી ઘોષ સામે વલસાડ આરોગ્ય વિભાગની ફરિયાદ બાદ મરીન પોલીસે રાકેશ દેવકી ઘોષ ના ક્લોનિકમાંથી 34000 ની દવા, ઇન્જેક્શનના જથ્થા સાથે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, આ એ જ તબીબ છે જેના ક્લિનિકનું વાપીના કહેવાતા પત્રકારોએ સ્ટિંગ ઓપરેશન કર્યું હતું. અને પછી પતાવટના નામે ફોર્ચ્યુનર કારની ડિમાન્ડ કરી આખરે 1.80 લાખ રૂપિયા પડાવી લીધા હતાં. આ અંગે ઉમરગામ મરીન પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ મુજબ મળતી વિગતો જોઈએ તો તારીખ 1લી ઓગસ્ટના ઉમરગામ તાલુકાના ફણસા PHC ખાતે ફરજ બજાવતા મેડિકલ ઓફિસર ડૉ. ચેતન પટેલને ઉમરગામ તાલુકા હેલ્થ કચેરી તરફથી જણાવવામાં આવેલ કે, ફણસા બજારમાં ડો. રાકેશ ડી. ઘોષ નામનો વ્યક્તિ આનંદ ક્લિનિકના નામે ગેરકાયદેસર તબીબી પ્રેક્ટિસ કરે છે. જેની તપાસ કરી યોગ્ય ક...