વિરહના દિવસને ઉત્સાહનો દિવસ બનાવનાર દાયમાં પરિવારે વાપીના સમાજ સેવિકા સ્વ. મંજુ દાયમાની 15મી પૂણ્યતિ઼થી પર મેગા રક્તદાન કેમ્પનું આયોજન કર્યું
વાપી :- વાપીમાં પ્રખર સમાજ સેવિકા અને પૂર્વ નગરસેવિકા સ્વ. મંજુ દાયમાની 15મી પૂણ્યતિ઼થી નિમિત્તે મેગા રક્તદાન શિબિર અને નેત્ર ચકાસણી કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમા 600 યુનિટ જેટલું રક્ત એક્ત્રીત કરવાનો લક્ષ્યાંક સેવવામાં આવ્યો હતો.
વાપીમાં રાજસ્થાન પ્રગતિ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 15 વર્ષથી મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત આજે રાજસ્થાન ભવન ખાતે યોજાયેલા રક્તદાન અને નેત્ર ચકાસણી કેમ્પનાં મુખ્ય આયોજક એવા બી. કે. દાયમાએ જણાવ્યું હતું કે જીવનની સફરમાં અનેક પડાવ આવે છે. રાજસ્થાનના ગ્રામીણ વિસ્તારમાંથી વાપીમાં આવેલા સ્વ. મંજુ દાયમા સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા. વર્ષોથી તેમની ઈચ્છા હતી રક્તદાન ક્ષેત્રે અને શિક્ષણ ક્ષેત્રે લોકોને જાગૃત કરવા. તેમના નિધન બાદ 15 વર્ષથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. શિક્ષણ ક્ષેત્રે સંસ્કાર વિદ્ય...