મહારાષ્ટ્રના અશોક ધોડી નામના નેતાનો મૃતદેહ ગુજરાતમાં ભિલાડની પથ્થરની ક્વોરીમાંથી મળ્યો, ‘દૃશ્યમ’ ફિલ્મની સ્ટાઇલમાં કારની સાથે અશોક ધોડીનો મૃતદેહ પણ મળી આવ્યો
મહારાષ્ટ્ર રાજ્યના પાલઘર જિલ્લાના ઘોલવડથી 20 જાન્યુઆરીના ગુમ થયેલા શિવસેના શિંદે જૂથના નેતા અશોક ધોડીનો મૃતદેહ ગુજરાતના ભિલાડ ખાતે એક અવાવરું અને પાણી ભરેલ 55 ફૂટ ઊંડી ક્વોરીમાં ડૂબેલ કારમાંથી મળી આવતા ચકચાર મચી ગઇ છે. ઘટનામાં પાલઘર પોલીસે મૃતદેહને બહાર કાઢી વધુ તપાસ હાથ ધરી છે. જો કે, આ સમગ્ર ઘટનાએ દૃશ્યમ ફિલ્મની યાદ અપાવી દીધી છે.
અશોક ધોડી ઘોલવડથી 20 જાન્યુઆરીના ગુમ થયા પછી તેના કુટુંબીઓએ પાલઘર પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી. અપહરણની આ ઘટનામાં પોલીસે તપાસ હાથ ધરી 4 જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી. જેઓએ કબૂલાત કરી હતી કે, તેઓએ અશોક ધોડીની હત્યા કરી તેના મૃતદેહને કારની ડિક્કીમાં નાખી તે કાર ગુજરાતના ભિલાડમાં આવેલ એક ક્વોરીમાં ફેંકી દીધી છે. શુક્રવારે બપોરે પાલઘર SP બાળાસાહેબ પાટીલ તેમની ટીમ સાથે ભિલાડમાં માહલા ફળિયામાં આવેલ ક્વોરી પર આવ્યાં હતાં. અહીં 2 હાઈવા ક્રેન મંગાવી પાણીની અંદર 55 ફ...