
વાપીમાં શ્રી જલારામ સેવા સંઘ દ્વારા દર રવિવારે ખીચડી-કઢીના મહાપ્રસાદનું કરાય છે આયોજન
વીરપુર ના વાસી જલારામ બાપા ભુખ્યાનો સહારો હતાં. તેઓ કહેતા હતા કે જ્યાં અન્નનો ટુકડો ત્યાં હરિ ઢૂકડો, આજે પણ તેમની ભુખ્યાને ભોજન કરાવવાની ટેકને વીરપુર જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં તેમના ભક્તો દ્વારા શરૂ રાખી ભુખ્યાને ભોજન કરાવવાનો સેવાયજ્ઞ કરી રહ્યા છે.
ત્યારે, વાપીમાં છેલ્લા 37 રવિવારથી શ્રી લોહાણા યુવક મંડળ દ્વારા શ્રી જલારામ સેવસંઘ ના નેજા હેઠળ ખીચડી કઢી નો મહાપ્રસાદ પીરસવામાં આવે છે. વાપીમાં દર રવિવારે અંબામાતા મંદિરે સંસ્થાના સભ્યો દ્વારા ખીચડી-કઢી લાવી મંદિરે દર્શન કરવા આવેલા ભક્તો, વાપી GIDC ના કારખાનાઓમાં કામે જતા કામદારો, ગુંજન વિસ્તારમાં આસપાસના વિસ્તારમાંથી ખરીદી કરવા આવેલા લોકોને ભરપેટ ભોજન કરાવે છે.
આ સંસ્થાની ઉમદા સેવાને વાપીના જાણીતા કથાકાર ધરમ જોશીએ વખાણી હતી. તેમણે સંસ્થાના સભ્યોને સાધુવાદ આપતા જણાવ્યું હતું કે, જલારામ બાપા સૌના આદર્શ અને પ્રિય સંત છે. તેઓ ભુખ...