Thursday, January 9News That Matters

Tag: Lok Sabha Election-2024 Valsad News 1352413 votes of EVM and 10243 votes of postal ballot will be counted in Valsad Engineering College on June 4

લોકસભા ચૂંટણી-2024 :- વલસાડ એન્જીનીયરીંગ કોલેજમાં 4 જૂને EVMના 1352413 અને પોસ્ટલ બેલેટના 10243 મતોની થશે મત ગણતરી

લોકસભા ચૂંટણી-2024 :- વલસાડ એન્જીનીયરીંગ કોલેજમાં 4 જૂને EVMના 1352413 અને પોસ્ટલ બેલેટના 10243 મતોની થશે મત ગણતરી

Gujarat, National
લોકસભા સામાન્ય ચૂંટણી – 2024 અંતર્ગત 26 વલસાડ બેઠક પર ગત તા. 7 મે ના રોજ સમગ્ર રાજ્યમાં સૌથી વધુ 72.71 ટકા મતદાન થયુ હતું. જે મતોની ગણતરી આગામી તા. 4 જૂનના રોજ સવારે 8 કલાકથી વલસાડની સરકારી ઈજનેરી કોલેજ ખાતે લોખંડી પોલીસ બંદોબસ્ત હેઠળ થનાર છે. ત્યારે આ સંદર્ભે શુક્રવારે વલસાડ જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી ઉમેશ શાહના અધ્યક્ષસ્થાને વલસાડ કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લાના પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિયાના કર્મીઓ સાથે પ્રેસ બ્રિફીંગ અંગે બેઠક મળી હતી. વલસાડ બેઠક પર તા. 4 જૂનના રોજ થનારી મતગણતરી અંગે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. 26- વલસાડ બેઠક પર 178- ધરમપુર (અ.જ.જા.), 179- વલસાડ, 180- પારડી, 181- કપરાડા (અ.જ.જા.), 182- ઉમરગામ (અ.જ.જા.), 173- ડાંગ (અ.જ.જા.) અને 177- વાંસદા (અ.જ.જા.) મળી કુલ - 7 વિધાનસભામાં વિધાનસભા દીઠ અલગ અલગ 14 ટેબલો પર ઈવીએમના 135...