Sunday, December 22News That Matters

Tag: Locks were broken at 5 places in Mogarwadi area of ​​Valsad City Police Station

વલસાડ સીટી પોલીસ સ્ટેશન ની હદ વિસ્તારના મોગરવાડી માં 5 સ્થળે તાળા તૂટયા

વલસાડ સીટી પોલીસ સ્ટેશન ની હદ વિસ્તારના મોગરવાડી માં 5 સ્થળે તાળા તૂટયા

Gujarat, National
વલસાડ શહેરમાં ફરી તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. ગત રાતમાં વલસાડ સીટી પોલીસ સ્ટેશન હદ વિસ્તારના મોગરવાડી માં એક સામટા 5 સ્થળે તાળા તૂટયા હતા. ચોરીની આ ઘટનામાં એક ઘરનાં CCTV પણ વાયરલ થયા હતાં. જેમાં 3 ચોર બિન્દાસ્ત એક ઘરમાં પ્રવેશ કરી 1.50 લાખની મતાની ચોરી કરી રફુચક્કર થઈ ગયા હતાં. આ અંગે મળતી વિગતો મુજબ વલસાડ શહેરના સીટી પોલીસ સ્ટેશનની હદમાં આવતા મોગરાવાડીના ગૌરી નગરના બે મકાનોમાં, નાથુભાઇ કોમ્પલેક્ષ, મગન કાકાની વાડી, રેલ્વે ગટર લાઇન એમ કુલ પાંચ મકાનોમા એકજ રાત્રે બંધ ઘરોનાં તાળા તોડી ચોરીને અંજામ આપી તસ્કરોએ પોલીસને ચેલેન્જ ફેંકી હતી. ચોર ટોળકીની તસ્કરી કરતી ઘટના એક કોમ્પ્લેક્સ માં રાખવામાં આવેલ સીસીટીવી માં કેદ થઈ હતી. જેમાં 3 ચોર એક બંધ મકાનના મુખ્ય ગેટને કૂદી પેસેજમાં પ્રવેશ કરે છે. જે બાદ એક ચોર ગેટ પાસે નીચે બેસીને અવતાજતા લોકો પર નજર રાખે છે. જ્યારે 2 ચોર વિવિધ ઓઝારોની ...