સરકાર અને પોલીસ તંત્રના આશીર્વાદથી ગુજરાતમાં દારૂબંધી નામની:- અશોક ચાવડા, BSP અધ્યક્ષ
વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે ઉપસ્થિત રહેલા બહુજન સમાજ પાર્ટી, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ લઠ્ઠાકાંડ મામલે ગુજરાત સરકાર અને પોલીસતંત્ર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે ગુજરાતમાં રાત્રે 2 વાગ્યે કોઈને દૂધની જરૂર પડે તો તે નથી મળતું પણ દારૂ સહેલાઈથી મળી જાય છે. સરકાર અને પોલીસતંત્રનું હપ્તાવસૂલી નેટવર્ક અને છુપા આર્શીવાદથી જ ગુજરાતમાં દારૂબંધી માત્ર નામની છે. એટલે લઠ્ઠાકાંડ જેવી ઘટનામાં શ્રમિકો તેના જીવ ખોઈ રહ્યા છે.
હાલમાં જ ગુજરાતના બોટાદ, ધંધુકા, બરવાળા ખાતે મિથેનોલ મિશ્રિત આલ્કોહોલ પીવાથી 58 જેટલા લોકોના મોત થયા છે. આ લઠ્ઠાકાંડ બાદ પોલીસ વિભાગ ગુજરાતના તમામ જિલ્લાના વિસ્તારોમાં દારૂની ભઠ્ઠીઓ પર તવાઈ બોલાવી રહી છે. નેતાઓ લઠ્ઠાકાંડના મામલે સમીક્ષા બેઠકો કરી રહ્યા છે. ત્યારે વલસાડના ધરમપુર ખાતે આવેલા બહુજન સમાજ પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ એડવોકેટ અશોક ચાવડાએ જણા...