લાયન્સ ક્લબ ઓફ વાપી ઉદ્યોગ નગર દ્વારા ડાર્ક સાઈડ ઓફ ઓનલાઇન ગેમિંગ અથવા ઓનલાઇન રમતોની અંધારી બાજુ આ વિષય પર સફળ સેમિનારનું આયોજન
તારીખ 23 નવેમ્બરના લાયન્સ ઉપાસના સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ઉપરોક્ત સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રમુખ લાયન પ્રવિણાબેન શાહે જણાવ્યું કે, આજે ડિજિટલ યુગમાં સોશ્યલ નેટવર્કિંગ અને મોબાઈલમાં ઓનલાઇન ગેમિંગનો વપરાશ વધી રહ્યો છે. તેના ફાયદા અને ગેરફાયદા વિશે જાણકારી મેળવવા આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.
મુખ્ય વક્તા રોહિણી વોરાએ ખૂબ જ ઉપયોગી અને અસરકારક વિસ્તૃત માહિતી આપી હતી. ખાસ તો 13 થી 30 વર્ષની ઉંમરના બાળકો ઓનલાઇન ગેમ તરફ કેમ આકર્ષાઈ છે, અને પછી તેના વ્યસની બની જાય છે. ગેમિંગ અને માનસિક આરોગ્ય સાથે શું સંબંધ છે.
સાયબર બુલિંગ અને બ્લેકમેલિંગના લીધે ઘણીવાર કરજો વધી જતા વ્યક્તિ આત્મહત્યા કરવા પ્રેરાય છે. આજકાલ આવા ઘણા કિસ્સા આપણી જ આસપાસ જોવા મળે છે. ગેમિંગ ને રિપ્લેસ કરવા આપણે અસરકારક વ્યૂહ રચના ઘડવી જોઈએ. સમાજમાં જાગૃતિ લાવવા અને આવા જોખમી પ્રશ્નોના નિરાકરણ ખુબ જ સહ...