આ વૃક્ષની કલાકૃતિની જેમ, ખાડાઓમાં ધબાય નમઃ થતા વાહનચાલકોની કૃતિઓ બનાવી સરકારને સંદેશ આપી શકાય કે નહીં?
વરસાદમાં ધ્વસ્ત થયેલા વૃક્ષમાંથી કલાકૃતિ બનાવી પર્યાવરણ નો સંદેશ આપી શકાય તો, વરસાદમાં રોડ પર પડેલા ખાડાઓમાં ધબાય નમઃ થતા વાહનચાલકો ની કૃતિઓ બનાવી સરકારને સંદેશ આપી શકાય કે નહીં? આ સવાલ એવા 2-4 મિત્રોએ કર્યો છે. જેને સમાચાર માટે ફોન કરી પૃચ્છા કરી....
જો કે ભૂકંપના આંચકા જેવા આ સવાલ સાથે વળી ઉમેર્યું કે આ વાત એટલે યાદ આવી કે હાલમાં દક્ષિણ ગુજરાતમાં પડેલા ભારે વરસાદમાં નેશનલ હાઇવે હોઈ કે સ્ટેટ હાઇવે કે પછી પાલિકા-ગ્રામ્ય માર્ગો, તમામ માર્ગો હાલ બિસ્માર બન્યા છે. મસમોટા ખાડાઓ વાહનોને નુકસાન તો પહોંચાડે છે. પણ સાથે સાથે વાહનચાલકોના જીવ પણ લઈ રહ્યા છે. વલસાડ જિલ્લામાં આ વર્ષે વરસાદમાં હાઇવે પરના ખાડાઓ લગભગ 4 લોકો માટે કાતિલ ખાડા બન્યા છે. તો અસંખ્ય વાહનચાલકો માટે ઘાયલ કરી હોસ્પિટલના બિછાને પહોંચાડનાર સાબિત થયા છે. બિસ્માર રસ્તાઓએ લોકોના મનમાં રસ્તામાં ખાડા છે કે ખાડા માં રસ્તો છે તે...