મોઢેરા સૂર્યમંદિરની જેમ દ્વારકા પણ બનશે સોલાર સંચાલિત તીર્થધામ :- ઉર્જાપ્રધાન કનું દેસાઈ
ગુજરાતનું મોઢેરા જેમ સૂર્ય મંદિર તરીકે જગ વિખ્યાત છે. તેવી જ રીતે સૌર ઉર્જાથી સંચાલિત પ્રથમ તીર્થધામ તરીકેનું પણ બિરુદ મેળવ્યું છે. હવે આગામી દિવસોમાં દ્વારકા પણ સૌર ઊર્જાથી ઝળહળતું ગુજરાતનું બીજું તીર્થ ધામ બનવાનું છે. તેવું વાપી GIDC માં આવેલ સેન્ટર ઓફ એક્સીલન્સ (CoE )ખાતે રાજ્યના ઉર્જાપ્રધાન અને નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ 40 કિલોવોટની સોલાર પેનલ સિસ્ટમનું ઉદ્ઘાટન કરતી વેળાએ જણાવ્યું હતું.
નાણાં અને ઉર્જા પ્રધાન કનું દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં મોઢેરાને સોલારથી ચાલતું તીર્થધામ બનાવવામાં આવ્યું છે. જે બાદ દ્વારકા તીર્થધામ ને પણ સોલાર ઉર્જાથી ચાલતું તીર્થધામ બનાવવાની પહેલ ચાલી રહી છે. ગુજરાત સૌરઉર્જા ક્ષેત્રે આગળ વધી રહ્યું છે. જો કે સોલાર પેનલમાં મળતી સબસીડી સૌરઉર્જાના સંગ્રહ માટેની બેટરીમાં નથી મળતી ત્યારે તે દિશામાં પ્રયાસ કરવામાં આવશે કે નહીં તેના...