વાપીના ગુંજન-છરવાડા વિસ્તારમાં દુકાનો-ઓફિસોમાં અને એક ક્લિનિકમાંથી 19 લાખ ની ચોરી કરનાર 2 ચોરને LCB એ ઝડપી પાડ્યા
20મી ઓગસ્ટના ગુંજન વિસ્તારમાં આવેલ કોટડીયા ક્લિનિકમાંથી રોકડા 19 લાખની અને એ ઉપરાંત અન્ય 6થી વધુ દુકાન-ઓફિસના શટર ઊંચા કરી ચોરી કરનાર 2 ચોરને LCB એ દબોચી લીધા છે. આ ચોર ટોળકીએ દોઢેક મહિનામાં વાપી અને દમણના વિવિધ કોમ્પ્લેક્ષની દુકાનોમાં લાખોની ચોરી કરી પોલીસને પડકાર ફેંક્યો હતો.
કોમ્પ્લેક્ષની દુકાનો, ઓફિસોમાં ચોરી કરતા બન્ને ચોર મૂળ બાંસવાળા રાજસ્થાનના છે. જેમાંના એકનું નામ સંજય ઉર્ફે સંજેશ ડીંડોર છે. જ્યારે બીજાનું નામ મનીષ ઉર્ફે મનિયો ડીંડોર છે. બંનેને LCB ના PSI એમ. કે. ભીંગરાડીયાએ બાતમી આધારે મોરાઈ રેલવે ફાટક નજીકથી ઝડપી પાડ્યા છે. જેમની અંગ ઝડતી કરતા તેમની પાસેથી 3.55 લાખ રૂપિયા રોકડા, 23 હજારના સોના ચાંદીના દાગીના અને 15 હજારના 2 મોબાઈલ મળી કુલ 3.93 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ બને રીઢા ચોરની પૂછપરછ કરતા જિલ્લામાં છેલ્લા પાંચેક દિવસમાં બનેલી ચોરીની ઘટનાઓનો પર્દાફાશ થ...