સુરતથી ઉમરગામ આવી ઘર, દુકાન, કંપનીઓના ગોડાઉનમાં ચોરી કરતા 4ને LCB એ ઝડપી પાડ્યા
વાપીમાં હાઈવે નંબર 48 પર UPL બ્રીજ પાસેથી વલસાડ LCB ની ટીમે ચોરીના મુદ્દામાલ સાથે સુરત રહેતા અને મૂળ યુપી, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગરના 4 રીઢા ચોરને ચોરીના 7.30 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ઉમરગામના 2 ચોરીનાં ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો છે. જ્યારે આ ચોરીમાં સંડોવાયેલા વધુ 2 ચોરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે LCB એ વિગતો આપી હતી કે, LCB ની એક ટીમ મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા તથા બનેલા ગુનાઓને શોધી કાઢવા વાપી પંથકમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે ASI રાકેશ રમણભાઈ અને મહેન્દ્ર ગુરુજીને સંયુક્ત બાતમી મળી હતી કે કેટલાક ચોર ઈસમો ચોરીના મુદ્દામાલ <span;>સાથે ઉમરગામથી નીકળી મુંબઈ સુરત હાઇવે નંબર 48 પર ટેમ્પોમાં પસાર થઈ રહ્યા છે. જેને લઇ LCB પોલીસે વાપી જીઆઇડીસી નેશનલ હાઇવે નંબર 48 પર UPL ઓવર બ્રિજ નજીક વોચ ગોઠવી હતી. જે દરમ્યાન ટેમ્પોમાં આવતા આરોપીઓને મુદ્દા માલ સાથે ઝડપી પ...