વાપી-સેલવાસમાં ટ્રક ચોરીના ગુન્હામાં સંડોવાયેલ શખ્સની LCB એ કરી ધરપકડ, 47,01,050 રૂપિયાની 3 ટ્રક સહિત 4 ગુન્હાનો ભેદ ઉકેલાયો
વલસાડ જીલ્લામાં છેલ્લા છ માસ દરમ્યાન વલસાડ, ધરમપુર, વાપી, સેલવાસ વિસ્તારમાં ટ્રક, આઇશર, ડમ્પર ટ્રક ચોરીના ગુન્હાઓ નોંધાયા છે. આ વાહન ચોરીના ગુન્હાની મોડ્સ ઓપરેન્ડી નો અભ્યાસ કરી સર્વેલન્સની મદદથી LCB ની ટીમે વધુ એક ચોરની ધરપકડ કરી 4 ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો છે. તેમજ 3 ટ્રક સહિત કુલ 47,01,050 રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો છે.
વલસાડ LCBએ આપેલી અખબારી યાદી મુજબ સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષક વી. એચ. ચંદ્રશેખર તથા વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. કરનરાજ વાઘેલાની સૂચના અને LCB પોલીસ ઇન્સ્પેકટર વી.બી.બારડના માર્ગદર્શનમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ ના PSI કે. એમ. બેરિયાની ટીમને બાતમી મળી હતી કે, નેશનલ હાઇવે નંબર 48 પર મુંબઈથી સુરત તરફના રૂટ પર ઉમરગામના ડેહલી મુલ્લાપાડા ખાતે રહેતો અને મૂળ UP નો મોહંમદ ઝાબીર અબ્દુલ ગફાર શેખ નામનો ઈસમ નંબર વગરની ટ્રક લઈને આવી રહ્યો છે. જે બાતમી આધારે UPl બ્રિજ નજીક તેને ...