ચોમાસામાં વલસાડ જિલ્લામાં લૉ-લેવલના બ્રિજને કારણે સંપર્ક વિહોણા બનતા ગામડાઓની સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આવશે:- નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ
વાપી :- મોદી સરકારના સફળતાનાં 9 વર્ષની હાલ ભાજપ વિશેષ જનસંપર્ક અભિયાન હેઠળ ઉજવણી કરી રહ્યું છે. જે અંતર્ગત વલસાડ જિલ્લામાં વલસાડ જિલ્લા ભાજપ દ્વારા વલસાડ-ડાંગ ના સાંસદ કે. સી. પટેલના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ નું આયોજન કરી ભાજપ સરકારની વિકાસ ગાથા રજૂ કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકારે સફળતાપૂર્વક નવ વર્ષ સેવા, સુશાશન, ગરીબ કલ્યાણના પૂર્ણ કર્યા છે. જે અનુસંધાને "વિશેષ જનસંપર્ક અભિયાન" કાર્યક્રમ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી વલસાડ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ મોદી સરકારની 9 વર્ષની વિકાસ ગાથા રજૂ કરી હતી.
તો આગામી બે ત્રણ દિવસમાં ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકનાર વાવાઝોડા અંગે ગુજરાત સરકાર કેટલી સજ છે તેના જવાબમાં રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ગત મે ના અંતમ...