સુંદરતા માટે આધુનિક સલૂનમાં જતા શોખીનોની ડિમાન્ડ પુરી કરવા વાપીમાં લેકમે સલૂનનો શુભારંભ
દેશમાં સૌંદર્ય પ્રસાધન અને બ્યુટી કેર માટે જાણીતી લેકમે બ્રાન્ડના સલૂનનો વાપીમાં શુભારંભ થયો છે. વાપીમાં મહાત્મા ગાંધી સર્કલ પાસે આવેલ સોનોરસ બિલ્ડિંગમાં પહેલા માળે વાપીના મહાનુભાવોના હસ્તે લેકમે સલૂન નો શુભારંભ કરવામાં આવ્યો હતો.
સોનોરસ બ્લીન્ડિંગમાં પ્રથમ માળે શરૂ કરાયેલ લેકમે સલૂન ની વાપીમાં સલૂનક્ષેત્રે કાર્યરત લાખન સેને ફ્રેન્ચાઇઝી લીધી છે. જેનું શનિવારે ઉદ્ઘાટન હતું. આ અત્યાધુનિક સલૂનનું વાપીના VIA પ્રમુખ કમલેશ પટેલ, જાણીતા ઉદ્યોગપતિ એલ. એન. ગર્ગ અને વાપીના જાણીતા ઉદ્યોગપતિઓના હસ્તે કરવામાં આવ્યું હતું. સલૂનની ખાસિયત અંગે લેકમે ની એરિયા બિઝનેસ મેંનેજર રિના કટિયારે જણાવ્યું હતું કે, લેકમે એ એક બ્રાન્ડ છે. જે દરેક વ્યક્તિની સુંદરતાને નિખાર આપે છે. ગુજરાતમા આ તેમની 9મી બ્રાન્ચ છે. જેમાં લેડીઝ જેન્ટ્સ સલૂન છે. આ સલૂનમાં પ્રોફેશનલ બ્યુટીશ્યન આરોગ્યની કાળજી સાથે સુંદરતાને નિ...