દમણમાં ઇન્ડિયા ડે નિમિત્તે આયોજિત તિરંગા રેલી અને કાર્નિવલનો અંતિમ ક્ષણે ફિયાસ્કો?
દમણમાં જામપોર બીચથી મોટી દમણ લાઈટ હાઉસ સુધીના અંદાજિત 4 કિલોમીટર લાંબા રૂટ પર ઇન્ડિયા ડે નિમિત્તે તિરંગા રેલી અને કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગંતવ્ય સ્થાન સુધી પહોંચેલી રેલી દરમ્યાન વરસાદ વરસતા ભવ્ય કાર્યક્રમનો અંતિમ ક્ષણે ફિયાસ્કો થયો હતો.
સંઘપ્રદેશ દમણમાં પ્રશાસક પ્રફુલ પટેલના માર્ગદર્શન હેઠળ પ્રશાસનના અધિકારીઓ દ્વારા દમણના નગરજનો તેમજ ઔદ્યોગિક એકમોમાં કામ કરતા કામદારો ને બોલાવી ભવ્ય તિરંગા રેલી સાથે કાર્નિવલનું આયોજન કરી ઇન્ડિયા ડે ની ઉજવણી કરી હતી. જેમાં વરસાદના વિઘ્નએ ઉપસ્થિત લોકોને ભીંજવ્યા હતાં.
આઝાદીના અમૃત મહોત્સવને દેશવાસીઓ ઉત્સવ તરીકે મનાવી રહ્યા છે. ઠેર ઠેર દેશ ભક્તિના દર્શન થઈ રહ્યા છે. ત્યારે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 13 થી 15 ઓગસ્ટ સુધી કરેલા હર ઘર તિરંગા અભિયાનના આહવાન અંતર્ગત દમણ પ્રશાસન દ્વારા તિરંગા રેલી સાથે કાર્નિવલના રૂપમાં ઇન્ડિયા ...