વાપીમાં SSRCNમાં યોજાયો લેમ્પ લાઈટનિંગ સમારોહ, 60 BSc અને 40 GNM વિદ્યાર્થીઓએ નર્સિંગના લીધા શપથ
વાપીની સાન્દ્રા શ્રોફ રોફેલ કોલેજ ઓફ નર્સિંગના પ્રથમ વર્ષની BSc નર્સિંગની 19મી બેચ અને પ્રથમ વર્ષની જનરલ નર્સિંગ અને મિડવાઇફરી (GNM) વિદ્યાર્થીઓની બેચનો લેમ્પ લાઈટનિંગ શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. જેમાં 60 BSc નર્સિંગ અને 40 Diploma in Nursingના વિદ્યાર્થીઓએ નર્સિંગ વ્યવસાયનો સંકલ્પ લીધો હતો.
20મી ઓગસ્ટ 2022ના રોજ વાપીમાં શ્રીમતી સાંદ્રાબેન શ્રોફ જ્ઞાનધામ શાળાના ઓડિટોરિયમ ખાતે સાન્દ્રા શ્રોફ રોફેલ કોલેજ ઓફ નર્સિંગના 100 વિદ્યાર્થીઓનો લેમ્પ લાઈટનિંગ સમારોહ યોજાયો હતો. સમારોહમાં સંસ્થાના સ્થાપક અને અધ્યક્ષ સાન્દ્રાબેન શ્રોફ, રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઇ, રોટરી ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન કલ્યાણ બેનર્જી, હરિયા એલ જી રોટરી હોસ્પિટલના ચીફ ફિઝિશયન ડૉ. એસ.એસ. સિંઘ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.
કાર્યક્રમની શરૂઆત તમામે દીપ પ્રાગટય દ્વારા કરી હતી. જેમાં નર્સિંગ કોલેજ સ્...