દમણમાં ક્ષેત્રીય પંચાયતિરાજ પરિષદનું સમાપન, પ્રતિનિધિઓએ અધિકારીઓ સાથે તાલમેળ ના હોવાનો બળાપો કાઢ્યો, DNHDD માં બધું કુશલમંગળ……!
તારીખ 18 અને 19 ઓગસ્ટના દમણ ખાતે આયોજિત ભાજપની ક્ષેત્રીય પંચાયતિરાજ પરિષદનું સમાપન થયું છે. પરિષદમાં નેતાઓએ ઉપસ્થિત 6 રાજ્યના જિલ્લા પંચાયતના 145 પ્રતિનિધિઓને વિવિધ માર્ગદર્શન આપ્યું હતું. તો, પરિષદમાં અધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓને ગણકારતા ના હોય અને તેની સાથે તાલમેળ જાળવતા ના હોવાનો બળાપો કાઢ્યો હતો.
દમણના મીરસોલ રિસોર્ટમાં ભાજપ દ્વારા ક્ષેત્રીય પંચાયતિરાજ પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. બે દિવસની આ કાર્યશાળાનું બીજા દિવસે રાષ્ટ્રીય મહાસચિવ બી. એલ. સંતોષની ઉપસ્થિતિમાં સમાપન કરવામાં આવ્યું હતું. પરિષદમાં વિવિધ સરકારી યોજના અંગે અપાયેલ માર્ગદર્શનની વિગતો અંગે દાદરા નગર હવેલી અને દમણ દિવ ભાજપના અધ્યક્ષ દીપેશ ટંડેલ જણાવ્યું હતું કે, પરિષદમાં ઉપસ્થિત મહારાષ્ટ્ર, ગોવા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત અને દાદરા નગર હવેલી દમણ દિવના જિલ્લા પંચાયતના કુલ 145 પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતાં. ...