
કોપરલી ગામે પંચાયતની એક ને ખોળ બીજાને ગોળ ની નીતિ હેઠળ ગેરકાયદેસર દબાણ હટાવ ઝુંબેશ, ભોગ બનનારાઓ નાણામંત્રીને કરશે રજુઆત
વાપી તાલુકાના કોપરલી ગામે પંચાયત દ્વારા પોલીસ કાફલાની હાજરીમાં ગામ તળ ની જમીન પર વર્ષોથી રહેતા 150 જેટલા રહેવાસીઓ પૈકી માત્ર 3 જ લોકોના ઘર પર બુલડોઝર ચલાવી લાખોનું નુકસાન કર્યું હોવાનું અને આ કામગીરી માત્રને માત્ર પોતાની અંગત અદાવતમાં કરી હોવાના આક્ષેપ કર્યા છે.
તો, ગામમાં મહિલા સરપંચ હોવા છતાં તેમના પતિદેવ સમગ્ર પંચાયત ચલાવી આપખુદ શાહી કરતા હોવાના પણ આક્ષેપ ભોગ બનનાર પરિવારોએ કર્યા છે. મહિલા સરપંચના પતિદેવની આ તાનાશાહી સામે આ વિસ્તારના ધારાસભ્ય અને રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ એક કમિટી નિમિ તપાસ કરાવી જરૂરી પગલાં ભરી ન્યાય કરે તેવી માંગ ભોગ બનનાર પરિવારે કરી છે.
બુધવારે પોલીસ બંદોબસ્ત વચ્ચે કોપરલી પંચાયત દ્વારા ગામતળમાં કરાયેલા દબાણો દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્રણ મોટા દબાણો દુર કરી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. જેના કારણે ભોગ બનનાર લોકોમાં આક્રોશ વ્યાપ્યો હતો. કોપ...