Sunday, December 29News That Matters

Tag: Khatu Shyam Baba’s Sigdi Yatra Bhajan Sandhya Mahaprasad organized in Vapi to celebrate 19th annual festival

વાપીમાં ખાટું શ્યામ બાબાની સિગડી યાત્રા, ભજન સંધ્યા, મહાપ્રસાદના આયોજન સાથે 19માં વાર્ષિક મહોત્સવની ઉજવણી

વાપીમાં ખાટું શ્યામ બાબાની સિગડી યાત્રા, ભજન સંધ્યા, મહાપ્રસાદના આયોજન સાથે 19માં વાર્ષિક મહોત્સવની ઉજવણી

Gujarat, National
રાજસ્થાનના ખાટું ધામ ખાતે બિરાજમાન આસ્થાના પ્રતીક સમા ખાટું શ્યામ બાબાની નિશાન યાત્રા અને સિંગડી યાત્રાનું દર વર્ષે ભક્તો દ્વારા વિશેષ આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત વાપીમાં શ્રી ખાટું શ્યામ પ્રચાર મંડલ દ્વારા 28 અને 29 ડિસેમ્બરે 19 મી નિશાન અને સિંગડી યાત્રા સાથે ભજન સંધ્યા અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંગે સંસ્થાના પાલીરામ સૈની એ વિગતો આપી હતી. દર વર્ષે ડિસેમ્બર મહિનાના અંતિમ રવિવારે યોજાતા આ કાર્યક્રમ અંગે શ્રી ખાટું શ્યામ પ્રચાર મંડલ દ્વારા વિગતો આપવામાં હતી. જેમાં શ્રી ખાટું શ્યામ પ્રચાર મંડલ વાપી દમણ સેલવાસના અધ્યક્ષ પાલીરામ સૈની એ વિગતો આપી હતી કે, 28 અને 29 ડિસેમ્બરે આ આયોજન કરવામાં આવ્યું છે. રાજસ્થાનના સુરજગઢના ખાટું ધામ ખાતે 4 દિવસીય મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં હજારો ભક્તો ખાટું શ્યામ બાબાના દર્શને આવે છે. આ મહોત્સવમાં બાબા ની જ્યોતનો અને નિશાનન...