
ખાનવેલ વનવિભાગે પિકઅપમાં ગેરકાયદેસર લઈ જવાતા 93,800ની કિંમતના ખેરના લાકડા જપ્ત કર્યા
ખાનવેલ વનવિભાગે પિકઅપમાં ગેરકાયદેસર લઈ જવાતા 93,800ની કિંમતના ખેરના લાકડા જપ્ત કર્યા છે. પિકઅપ ગાડીમાં ખેર ના લાકડા ભરવામાં આવેલ હતા તેમનું વજન 2680 કિલો છે. વાહન અને મુદ્દા માલ જપ્ત કરીને ફોરેસ્ટ ડેપો ખાનવેલ લાવવામાં આવેલ છે. બાતમી આધારિત રેઇડ દરમ્યાન ચાલક અંધારાનો લાભ લઇ છટકી ગયો હોય તેને ઝબ્બે કરવા વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી વિગતો મુજબ તારીખ 01/03/2025, શનિવાર સમય 3:30 કલાકે ખાનવેલ પરિક્ષેત્ર વન વિભાગના સ્ટાફ રમણ બી આહીર ફોરેસ્ટર, સ્વામીનાથ ગુપ્તા ફોરેસ્ટર, નીતિન જે ચૌધરી બીટ ગાર્ડ, નીરવ પટેલ બીટ ગાર્ડ, શિવમ યાદવ બીટ ગાર્ડ નાઇટ પેટ્રોલિંગ ડ્યૂટિ પર હતા તે સમય દરમિયાન ખડોલી જંક્શન આગળ ખાનવેલ તરફથી સિલવાસ તરફ એક પીકઅપ ગાડી પુર ઝડપથી જતા જોવામાં આવેલ હતી. જેમાં શંકા જતા પીછો કરવામાં આવેલ હતો.
તે દરમિયાન ગાડી પૂરઝડપમાં ખડોલીથી સાતમાલિયા, દપાડા અને વાસોણા ફોરેસ્ટ નર્સરી પાસે મુખ...