
ખાન પરિવારની પહેલ:- વાપીના જીવાદોરી સમાન ROBનું કામ વહેલું પૂર્ણ થાય એ માટે બ્રિજ નિર્માણમાં જતી મિલકતને સ્વૈચ્છીક ખર્ચે દૂર કરી લોકોને રાહ ચીંધી
વાપીમાં છેલ્લા 2 વરસથી અધ્ધરતાલ રહેલા ROB નિર્માણના કાર્યમાં ખાન પરિવારે વાપીના અન્ય લોકોને રાહ ચીંધતુ કાર્ય કર્યું છે. આ પરિવારની 100 વર્ષ જૂની જમીન હાલ ROB ના નિર્માણમાં સંપાદન થઈ છે. જેની નોટિસ મળ્યા બાદ તેઓએ સ્વૈચ્છિક ખર્ચે જ પોતાની મિલકતનું બાંધકામ દૂર કરી આ ROB વહેલી તકે નિર્માણ થાય તેવી આશા સેવી છે.વાપીમાં RGAS હાઈસ્કૂલ સામે છેલ્લા 100 વર્ષથી ખાન પરિવાર વસવાટ કરે છે. હાલ આ પરિવારમાં અબ્દુલ વહાબ અબ્દુલ ગની ખાન અને મોહમ્મદ યુનુસ ખાન બન્ને ભાઈઓની સહિયારી મિલકત છે. રહેણાંક મકાન અને વ્યવસાયિક દુકાનો ધરાવતા આ પરિવારની મિલકતનો કેટલકો હિસ્સો વાપી માં નિર્માણાધિન રેલવે ઓવર બ્રિજમાં જતો હોય તેની જમીન સંપાદન કરવામાં આવી છે. જેને હાલ તેઓ પોતાના સ્વખર્ચે દૂર કરી રહ્યા છે.આ અંગે ખાન પરિવારના વડીલ અબ્દુલ વહાબ ખાને જણાવ્યું હતું કે, વાપીના આ ROBના નિર્માણ દરમિયાન તેમની જમીન સંપાદન કરવામાં આવી હતી...