PMJAYમાં 10 લાખ સુધીની સારવાર મળે તે માટે NRI ગ્રુપ લંડન UKના કેશવ બટાકની પ્રશાસક પ્રફુલ પટેલને રજુઆત
ગુજરાતમાં ચૂંટણી સમયે ભાજપ પાર્ટી દ્વારા આયુષ્માન ભારત યોજનામાં મળતી 5 લાખની આરોગ્ય સહાયને 10 લાખ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે સંઘપ્રદેશ DDDNH માં ગરીબ દર્દીઓ માટે આશીર્વાદ સમી આ આયુષ્માન ભારત યોજનામાં 10 લાખ સુધીની સારવાર મળે તેવી NRI ગ્રુપ લંડન UK ના કન્વીનર કેશવ બટાકે પ્રશાસક પ્રફુલ પટેલને લેખિત પત્ર મારફતે રજુઆત કરી છે.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ તેમજ લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ પટેલને સંઘપ્રદેશ માં કાર્યરત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના 'આયુષ્માન ભારત' વીમા યોજનાનો લાભ 5 લાખથી વધારીને 10 લાખ સુધી કરવા NRI ગ્રુપ લંડન UK ના કન્વીનર કેશવ બટાકે લેખિત પત્ર મારફતે રજુઆત કરી છે. લેખિત પત્રમાં કેશવ બટાકે અનુરોધ કર્યો છે કે, દાદરા નગર હવેલી અને દમણ અને દીવમાં 'આયુષ્માન ભારત' નો 5 લાખ સુધીનો જે લાભ મળે છે. તે લાભ ગુજરાતની જેમ 10 લાખ કરવામાં આવે. જેથી સંઘ પ્રદેશનાં લોકોને...