Friday, January 31News That Matters

Tag: Keeping a suggestive silence on corruption like Sanjan Bridge CM presents 9-year saga of service good governance and poor welfare in public meeting at Dharampur

સંજાણ બ્રિજ જેવા ભ્રષ્ટાચાર પર સૂચક મૌન જાળવી CMએ ધરમપુર ખાતે જનસભામાં સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 9 વર્ષની ગાથા રજૂ કરી

સંજાણ બ્રિજ જેવા ભ્રષ્ટાચાર પર સૂચક મૌન જાળવી CMએ ધરમપુર ખાતે જનસભામાં સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 9 વર્ષની ગાથા રજૂ કરી

Gujarat, Most Popular, National
રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ શનિવારે વલસાડ જિલ્લાના પ્રવાસે આવ્યાં હતા. વલસાડ જિલ્લામાં શ્રીમદ્દ રાજચંદ્ર મિશન, ધરમપુર તીર્થક્ષેત્ર ખાતે CM એ ભારતીય જનતા પાર્ટી-વલસાડ આયોજિત વિશાળ જનસભાને સંબોધતા જણાવ્યું હતું કે, ગરીબ, વંચિત, આદિજાતિ, ગ્રામીણ લોકો સૌના સતત વિકાસ માટે સમર્પિત કેન્દ્ર સરકારે વિકાસની રાજનીતિનો ઇતિહાસ રચ્યો છે. જનસભામાં સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 9 વર્ષની ગાથા રજૂ કરનારા CM એ અને નાણાપ્રધાને જો કે, આ 9 વર્ષમાં સંજાણ બ્રિજ જેવા તકલાદી કામો કરી આચરેલા ભ્રષ્ટાચાર પર, મોંઘવારી પર, ગુજરાત પર વધી રહેલા દેવા પર સૂચક મૌન જાળવી બીપરજોય વાવાઝોડામાં સરકારે કરેલી કામગીરીના જાતે જ વખાણ કર્યા હતાં.   પોતાની વલસાડ મુલાકાત દરમ્યાન આયોજિત જનસભામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ કેન્દ્ર સરકારના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 9 વર્ષની પૂ...