
‘कश्मीर मांगने वाले आज आटा मांग रहे है।’ વાપીમાં યોજાયેલ કવિ સંમેલનમાં રાષ્ટ્રીય કવિઓએ પાકિસ્તાન-ભારતની વર્તમાન સ્થિતિ પર કવિતાઓ રજૂ કરી
વાપીમાં શિક્ષણ, આરોગ્ય અને સામાજિક કલ્યાણના લાભાર્થે ભૂમિહાર બ્રહ્મર્ષિ સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કવિ સંમલેનમાં ઉપસ્થિત રાષ્ટ્રીય કવિઓએ પાકિસ્તાનની હાલની સ્થિતિ સહિત ભારતની સંસ્કૃતિ, વિરાસત, કાશી, મથુરા, મહાદેવ, કૃષ્ણ, જ્ઞાનવાપી, અયોઘ્યા-રામમંદિર અને વર્તમાન રાજનીતિ પર પોતાની કવિતાઓ રજૂ કરી શ્રોતાઓને હાસ્યરસ, શૃંગારરસ અને વિરરસથી તરબોળ કર્યા હતાં.
વાપીમાં 5મી માર્ચ રવિવારે VIA હોલમાં યોજાયેલ આ કવિ સંમેલનમાં આગરા, વારાણસી, ઇન્દોર, દેવાસ, કાનપુર અને મુંબઈથી આવેલા કવિઓએ વર્તમાન જીવન, રાજકારણ અને વિશ્વમાં બનતી કે બનેલી ઘટનાઓ પર તૈયાર કરેલી કવિતાઓ, જોક્સ, ગીતોની રમઝટ બોલાવી શ્રોતાઓનું મનોરંજન કર્યું હતું.
ગુજરાતના વલસાડ સહિતના જિલ્લાઓમાં તેમજ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી દમણમાં શિક્ષણ, આરોગ્ય અને સામાજિક કલ્યાણની સેવાકીય ...