
મેગા બ્લોકને કારણે કર્ણાવતી એક્સપ્રેસનો વાપીથી મુંબઈ રૂટ ટર્મિનેટ કરાયો, યાત્રીઓને બીજી ટ્રેન માં વ્યવસ્થા કરાવી આપવા સાથે રિફંડ આપ્યું
પશ્ચિમ રેલવે રૂટ પર મેગા બ્લોકને કારણે કર્ણાવતી એક્સપ્રેસમાં મુંબઈ જવા નીકળેલા યાત્રીઓને વાપી સ્ટેશનથી બીજી ટ્રેનમાં વ્યવસ્થા કરી આપવા સાથે યાત્રીઓને રિફંડ આપવામાં આવ્યું હતું. વાપી રેલવે સ્ટેશને એક કલાક સુધી ટ્રેન થોભ્યા બાદ આગળનો રૂટ ટર્મિનેટ કરવામાં આવ્યો હતો.
મહારાષ્ટ્રના વાંનગાવ અને દહાણુ રોડ વચ્ચે બ્રિજ એસી નંબર 166 અને 169 બ્રિજની કામગીરી ને લઈ રેલવે દ્વારા 8મી મેં ના મેગા બ્લોક અપાયો હતો. સવારે 6.30 થી બપોરે 2.30 સુધી અપાયેલ મેગા બ્લોક દરમ્યાન મુંબઈ અમદાવાદ જતી અને અમદાવાદ-મુંબઇ જતી 16 ટ્રેન કેન્સલ કરવામાં આવી હતી. જેમાં લાંબા રૂટની ટ્રેનોમાં 32 જેટલી ટ્રેનો અલગ-અલગ સ્ટેશન ઉપરથી ઉપાડી હતી
આ ટ્રેન વાપી, ભીલાડ, વલસાડ, નવસારી, સુરત જેવા સ્ટેશનથી ઉપડી હતી. જ્યારે મેગા બ્લોક પૂરો થતા 16 ગાડીઓ રેગ્યુલર દોડતી થઈ હતી. જો કે મેગા બ્લોક દરમ્યાન અમદાવાદ થી મુંબઈ જતી ...