Saturday, October 19News That Matters

Tag: Karishma of Sukhala village in Kaprada became a doctor appointed as a medical officer in the village PHC itself

કપરાડાના સુખાલા ગામની કરિશ્મા ડોક્ટર બની, ગામની PHCમાં જ મેડિકલ ઓફિસર તરીકે થઈ નિમણૂક

કપરાડાના સુખાલા ગામની કરિશ્મા ડોક્ટર બની, ગામની PHCમાં જ મેડિકલ ઓફિસર તરીકે થઈ નિમણૂક

Gujarat, National
'સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય' અને 'કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી' આવી બાબતો નાનપણથી શાળામાં અને ઘરમાં શીખવાડવામાં આવે છે પરંતુ તેને ખરેખર ગંભીરતાથી લઈ જીવનમાં ઉતરવાનું કામ કેટલાક વીરલાઓ જ કરે છે. કપરાડા તાલુકાના સુખાલા ગામની ડૉ. કરિશ્મા એ સખત મહેનત કરી એમ.બી.બી.એસ. ડોક્ટર બની ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સેવા માટે નિમણૂક મેળવી છે. ‘‘જીવનમાં જેટલો કપરો સંઘર્ષ હશે, જીત પણ એટલી જ શાનદાર હશે” આ કહેવતને ખરા અર્થમાં વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના સુખાલામાં રહેતા એક માતા-પિતા અને તેની દીકરીએ સાર્થક કરી બતાવી છે. માતા-પિતાનું એક સ્વપ્ન હતું કે, તેમની દિકરી ડોક્ટર બને અને દિકરી કરિશ્માએ ડોક્ટર બનીને પોતાના મા બાપનું સ્વપ્ન પૂરું કર્યુ છે. હિતેશભાઈ છોટુભાઈ પટેલ અને જયાબેન પટેલની બે પુત્રી પૈકી સિધ્ધી કેનેડામાં મેડિકલમાં અભ્યાસ કરી RN ડિગ્રી પ્રાપ્ત કરી કેનેડામાં ગવર્મેન્ટમાં...