ચમચાઓની વાતોમાં કનુભાઈએ શહેરીજનોનું સાંભળ્યું નહિ! હવે, જે દહેશત શહેરીજનોને હતી તે સાચી ઠરી!
વાપીના ROB ને તોડી નવા ROB ની તૈયારીઓ આરંભવા સાથે જ વાપીના શહેરીજનોની હાલાકી વધી છે. ટ્રાફિકની સમસ્યાના સુચારુ આયોજન અંગે વહીવટીતંત્ર સાથે કે પોલીસ તંત્ર સાથે સંકલન સાધી ડાયવર્ઝન ના ટ્રાફિક રહિત રૂટ નક્કી કરવાને બદલે અણઘડ વહીવટમાં ડાયવર્ટ રૂટ તૈયાર કરી ROB ને બંધ કરી દેતા તેના 2 દિવસમાં શહેરીજનો તૌબા પોકારી ઉઠ્યા છે.
વાપીમાં ઇસ્ટ-વેસ્ટને જોડતા રેલવે ઓવર બ્રિજને ફોરલેન બનાવવાની મંજૂરી મળ્યા બાદ 2 વર્ષે ROB ને બંધ કરી તેને તોડી પાડવાની અને નવા બ્રિજની નિર્માણ કામગીરીની શરૂઆત થઈ છે. જો કે, આ બ્રિજ બંધ થશે તો તે બાદ શહેરીજનો પારાવાર મુશ્કેલીનો સામનો કરશે તેવી દહેશત શહેરીજનોમાં હતી. જે અંગે વલસાડના પારડી ના ધારાસભ્ય અને હાલના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ એક જ સુચારુ આયોજન કરી શકે છે. પરંતુ કનુભાઈએ માત્ર તેમની આગળ પાછળ ફોટા પડાવવા ફરતા ચમચાઓની વાતો માની શહેરીજનોના કોઈ અભિપ્રાય લીધા નહિ. આ ...