ભુપેન્દ્ર પટેલની સરકારમાં પારડી વિધાનસભા ક્ષેત્રના કનુભાઈ દેસાઈ બન્યા બીજીવાર નાણા-ઉર્જા-પેટ્રોકેમિકલ્સ પ્રધાન
વલસાડ જિલ્લાના પારડી વિધાનસભા ક્ષેત્રના ભાજપના ધારાસભ્ય કનુદેસાઈને ભુપેન્દ્ર પટેલની સરકારમા બીજી વખત સામેલ કરાયા છે. વર્ષ 2021-22 માં કનુભાઈ દેસાઈ નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગનો હવાલો સંભાળતા હતાં. અને આ બીજી ટર્મમાં પણ તેઓને એજ હવાલો સોંપયો છે. કનુભાઈ દેસાઈને કેબિનેટ પ્રધાન બનાવતા વલસાડ જિલ્લામાં ભાજપ અને કનુભાઈના અતરંગ વર્તુળ સમાન ઉદ્યોગકારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
વલસાડ જિલ્લામાં કુલ પાંચ વિધાનસભા આવેલી છે. જેમાં 180-પારડી વિધાનસભા હાલના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈનું વિધાનસભા ક્ષેત્ર છે. 43 ગામ અને વાપી શહેર તેમજ વાપી GIDC આ વિધાનસભા ક્ષેત્રમાં આવે છે. એક સમયે કોંગ્રેસનો ગઢ ગણાતી પારડી વિધાનસભા છેલ્લી 4 ટર્મથી ભાજપનો ગઢ બની છે. જેમાં સતત ત્રીજી વખતની 2022ની ચૂંટણીમાં કનુભાઈ દેસાઈ 96,982 મતની લીડ સાથે વિજેતા બન્યા છે. કનુભાઈ દેસાઈ 2021માં ભુપેન્દ્ર પટેલની સરકા...