વાપી-પારડીના વિકાસના કામોને આગળ ધપાવવા કનુભાઈએ અધિકારીઓને ગાંધીનગર બોલાવી ચર્ચા કરી
ગુજરાત સરકારના નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં એમની ગાંધીનગરની ઓફિસ ખાતે, વાપીના વિવિધ કામો માટે વિભાગીય અધિકારીઓને રૂબરૂ બોલાવી ચર્ચા કરી વિકાસના કામો વહેલી તકે પુરી થાય તેવી તાકીદ કરી છે.
ગુજરાત સરકારના નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં ગાંધીનગરની ઓફિસ ખાતે વાપી-પારડીના વિવિધ કામો માટેના વિભાગીય અધિકારીઓને રૂબરૂ બોલાવ્યા હતાં. આ બેઠકમાં કનુભાઈએ રોડ, ઓવરબ્રિજ, વાપી હાઈવેના બલીઠા, મોરાઇ, બગવાડા, કરમબેલી, જે-ટાઈપ, વાપી રેલવે બ્રિજ, VIA ચાર રસ્તાથી કરવડ સુધી RCC રોડનું કાર્ય, ગોવિંદાથી બલીઠા સુધી RCC ગટરનું કાર્ય કરનાર દરેકે દરેક વિભાગના અધિકારીઓ અને દરેક વિભાગના કોન્ટ્રાકટરોને બોલાવી એમની સાથે રૂબરૂ ચર્ચા વિચારણા કરી હતી. જેમાં દરેક કામ જેમ બને એમ ઝડપથી પૂર્ણ કરવા તમામને સૂચના આપવામાં આવી હતી.
...