પ્રથમ નોરતે દુર્ગા પૂજા અંતર્ગત વાપીના હરિયા પાર્ક થી લવાછા શિવ મંદિર સુધી નીકળી કળશ યાત્રા
વાપીમાં છેલ્લા 10 વર્ષથી નવરાત્રી પર્વ દરમ્યાન નવ દુર્ગા સેવા ટ્રસ્ટ દ્વારા દુર્ગા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પંડાલમાં દુર્ગા માતાની પ્રતિમાની સ્થાપના કરી 151 મહિલાઓની વિશાળ કળશ યાત્રાનું આયોજન કર્યું હતું. કળશ યાત્રામાં જોડાયેલ મહિલાઓએ લવાછા ખાતે રામેશ્વર મહાદેવ ના સાનિધ્યમાંથી વહેતી દમણગંગા નદીનું જળ કળશમાં ભરી લાવી પંડાલમાં સ્થાપન કર્યું હતું.
વાપીમાં સેવાકીય પ્રવુતિ ક્ષેત્રે અગ્રેસર રહેતા અનુગ્રહ સિંઘાણીયા દ્વારા આ વર્ષે પણ દુર્ગા પર્વનું આયોજન કર્યું છે. જે અંગે તેમણે જણાવ્યું હતું કે, નવદુર્ગા સેવા ટ્રસ્ટ છેલ્લા 10 વર્ષથી વાપીમાં નવરાત્રી પર્વ દરમિયાન માતાજીની આરાધના માટે દુર્ગા મહોત્સવનું આયોજન કરે છે. આ મહોત્સવમાં દર વર્ષે 151 મહિલાઓ સાથેની કળશ યાત્રાનું આયોજન કરે છે. આ વર્ષે પણ હરિયા પાર્કમાં ઉભા કરેલા દુર્ગા માતાના પંડાલથી લવાછા ...