
વાપીમાં Malabar Gold & Diamond શૉ-રૂમ ખાતે ‘Brides of India’ થીમ હેઠળ યોજાયું જવેલરી પ્રદર્શન
અવનવી આધુનિક ડિઝાઇનના આભૂષણોના શોખીનો માટે વાપીમાં રવિવારનો દિવસ કઇંક નોખો-અનોખો હતો. રવિવારે વાપીમાં પોતાનો શો-રૂમ ધરાવતા મલબાર ગોલ્ડ અને ડાયમંડ શૉ-રૂમ ખાતે 'બ્રાઇડ્સ ઓફ ઇન્ડિયા' થીમ હેઠળ જવેલરી પ્રદર્શન યોજાયું હતું. જેમાં ભારતના વિવિધ રાજ્યોમાં લગ્નપ્રસંગમાં પહેરવામાં આવતા લેટેસ્ટ ડિઝાઇનના આભૂષણોને 30 જેટલી મહિલાઓએ ગ્રાહકો સામે પ્રદર્શિત કરી હતી.
વાપીમાં હાલમાં જ શરૂ થયેલા દેશના જાણીતા Malbar Gold & Diamond શૉ રૂમ ખાતે કંપની દ્વારા બનાવવામાં આવેલ લેટેસ્ટ ડિઝાઇનના સોના-ચાંદી, ડાયમંડ, પ્લેટીનમના ઘરેણાઓનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ અંગે વાપીના Malabar શૉ-રૂમના મેનેજર સુનિલ લીંબાચીયાએ જણાવ્યું હતું કે, વાપીમાં આ કંપનીનો નવો શૉ-રૂમ છે. મલબાર દર વર્ષે દરેક શૉ રૂમ ખાતે વિશેષ થીમ પર આ પ્રકારની ઇવેન્ટનું આયોજન કરે છે. આ વર્ષે કંપનીએ દુલહન માટેના લેટેસ્ટ ડિઝાઇનના આભૂષણોના પ્રદર્...