સંઘ પ્રદેશ દમણના જામપોર અને દેવકા દરિયા કિનારે કલમ 144 લગાવતા દરિયો સુમસામ
સંભવિત બીપરજોય વાવાઝોડાને પગલે દરિયામાં કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે દમણ પ્રશાસન દ્વારા બીચ વિસ્તારમાં કલમ 144 લગાવી અવરજવર માટે પ્રતિબન્ધ ફરમાવ્યો છે. જેને લઈને દરિયો પ્રવાસીઓના કલશોરથી સમી ગયો હતો. જ્યારે સુસવાટા મારતા પવન અને ઘૂઘવતા મોજાને દરિયો ગાંડોતૂર બન્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતાં.
સંઘપ્રદેશ દમણની સહેલગાહે આવતા પર્યટકો અને અન્ય સ્થાનિક લોકોના જીવ દરિયામાં ઉતરવાથી જોખમમાં મૂકતા હોવાની સ્થિતિ ને જોતા દમણના કલેકટર પ્રિયાંશું સિંઘ દ્વારા આગામી 15 જૂન સુધી દેવકા અને જામપોર દરિયા કિનારા પર લોકોની અવરજવર પર રોક લગાવી કલમ 144 લગાવી દીધી છે. સાથે બંને દરિયા કિનારાના બીચ પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.
બીપરજોય વાવાઝોડું જેમજેમ દરિયા કાંઠા તરફ નજીક આવી રહ્યું છે તેમ તેમ ગુજરાતના પશ્ચિમી તટ સહીત દમણનો દરિયો સામાન્ય દિવસોની સરખામણીમાં વધારે તોફાની બની રહ્ય...