રામનવમીના પાવન પર્વ પર વાપીમાં જય શ્રીરામ ના નારા, કેસરી ધજાપતાકા સાથે નીકળી શોભાયાત્રા
વાપીમાં બે વર્ષ બાદ રામ નવમીએ માર્ગો ઉપર ભગવાન શ્રીરામની ભવ્ય પ્રતિમા સાથે વિશાળ શોભાયાત્રા નિકળી હતી. હાથમાં કેસરી ધજા, બાઇક, કાર રેલી અને ડીજેના તાલે જય શ્રીરામનો ગુંઝતો નાદ શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતાં. સવારે 10 વાગ્યાથી વાપીના અલગ અલગ સંગઠનો દ્વારા અલગ અલગ વિસ્તારમાંથી કરેલા શોભાયાત્રાના આયોજનો રાત્રીના 8 વાગ્યા સુધી ચાલ્યા હતાં. અને રાત્રે ભગવાન શ્રીરામ ની આરતી સાથે સંપન્ન થયા હતાં.
વાપીમાં રવિવારે રામનવમી નિમિત્તે શહેરભરમાં વિવિધ હિન્દૂ સંગઠનો દ્વારા રામલલ્લાનો જન્મોત્સવ ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો. શ્રીરામની 13 ફૂટ ઊંચી શણગારેલી પ્રતિમા સાથે તો, ક્યાંક શણગારેલા રામરથ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જેમાં VHP, ભાજપ અને વિવિધ હિન્દુ સંગઠનના નેતાઓ જોડાયા હતાં. વાપી પંથકમાં રામનવમીના તહેવાર નિમિત્તે છેલ્લા બે વર્ષથી કો૨ોનાની મહામારીને કારણે યાત્રા કે તહે...