વાપી GIDC માં આવેલ જય ફાઈનકેમ પ્રા.લિ. ના પ્રણેતા સ્વ. કાનજી સુંદરજી દામાં (બાપુજી)ની ત્રીજી પુણ્યતિથિએ આયોજિત રક્તદાન કેમ્પમાં 61 યુનિટ રક્ત એકત્ર કરાયું
વાપી GIDCમાં કાર્યરત જય ફાઈનકેમ પ્રા.લિ. ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જય ફાઈનકેમ પ્રા.લિ. ના પ્રણેતા સ્વ. કાનજી સુંદરજી દામાં (બાપુજી)ની ત્રીજી પુણ્યતિથિએ આયોજિત આ રક્તદાન કેમ્પમાં 61 યુનિટ રક્ત એકત્ર કરાયું હતું. આ રક્તદાન કેમ્પ માટે રોટરી ક્લબ વાપી, વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડનો સહયોગ મળ્યો હતો.
વાપી GIDC માં આવેલ જય ફાઈનકેમ પ્રા.લિ. ના પ્રણેતા સ્વ. કાનજી સુંદરજી દામાં (બાપુજી)ની ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન કેમ્પમાં અતિથી વિશેષ તરીકે VIA પ્રમુખ સતીશ પટેલ, VIA ઓનરરી સેકેટરી કલ્પેશ વોરા, રોટરી ક્લબ વાપીના સેકેટરી અભય ભટ્ટ, વાપી નોટિફાઇડ એરિયા ઓથોરીટીના ચેરમેન હેમંત પટેલ, બ્લડ મોબઈલ વેનના ચેરમેન કેતન પટેલ, રોટેરિયન મોહિત રાજાની, વીરેન્દ્ર પટેલ, હાર્દિક શાહ, રાકેશ કાછડિયા, રોટરી ચેરીટેબલ ટ્...