રજ્જુભાઈ શ્રોફની ભારત સરકારે 5 રૂપિયાની પોસ્ટલ ટિકિટ બહાર પાડી એ વાપી માટે ગૌરવની વાત છે:- કનુભાઈ દેસાઈ
વાપી અને અંકેલશ્વર સ્થિત યુનાઈટેડ ફોસ્ફરસ લીમીટેડ (UPL) કંપનીના સ્થાપક ચે૨મેન રજ્જુભાઈ (રજનીકાંત) શ્રોફની સમાજ સેવાઓને ઉપલક્ષમાં રાખી ભારત સરકાર દ્વારા પદ્મભુષણ ખિતાબથી સન્માનિત કર્યા બાદ રૂપિયા 5ની તેમના ફોટો સાથેની પોસ્ટલ ટિકિટ બહાર પાડી છે. જે વાપી-ગુજરાત માટે ગૌરવની વાત હોવાનું ગુજરાતના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું.
કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, રજ્જુભાઈ શ્રોફ વાપી GIDC માં VIA ના ફાઉન્ડર પ્રેસિડેન્ટ તરીકે ઉત્તમ કામગીરી બજાવી ચુક્યા છે. તેમની સેવાઓમાં અનેક સુંદર કામગીરી થઈ ચૂકી છે. વાપીના વિકાસ માટે તેમણે સ્કૂલ, કોલેજ, હોસ્પિટલ વગેરે સંસ્થાઓમાં મહત્વનો ફાળો આપ્યો છે. ભારત સરકાર દ્વારા તેમને પદ્મ ભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. જે બાદ હાલમાં જ UPL કંપની ભારતની સૌથી મોટી અને વિશ્વની 5મી સૌથી મોટી એગ્રોકેમિકલ કંપનીમાં સ્થાન મેળવતા ભારત સરકારની ટપાલ સેવાઓએ રજ્જ...