
વાપીમાં સ્પા સંચાલક પાસે 5 લાખની ખંડણી માંગવાના ગુનામાં સંડોવાયેલી કથીત બન્ને મહિલા પત્રકારોના આગોતરા જામીન નામંજૂર…!
વાપી ટાઉન પોલીસ મથકમાં વાપી, દમણ, સેલવાસમાં અનેકવાર તોડબાજીમાં ચર્ચાતા રહેલા કથિત પત્રકાર ત્રિપુટી સામે વાપી ટાઉનમાં ફરિયાદ નોંધાઇ છે. જેમાં પોલીસ ધરપકડથી બચવા આગોતરા જામીન અરજી કરનાર બે મહિલા પત્રકારો (1) સંધ્યા @ સોનિયા તુષારભાઈ ચોહાણ (2) સેમ મહેન્દ્ર શર્માની આગોતરા જામીન અરજી નામંજૂર કરવાનો નામદાર કોર્ટે હુકમ કર્યો છે.
વાપીનાં એડિશનલ જજ પુષ્પા સૈનીએ પાંચ લાખ રૂપિયા ખંડણી માંગવાના ગુનામાં સંડોવાયેલી કથીત બે મહિલા પત્રકારો (1) સંધ્યા @ સોનિયા તુષારભાઈ ચોહાણ (2) સેમ મહેન્દ્ર શર્માએ પોલીસ ધરપકડ થી બચવા કરેલ આગોતરા જામીન અરજી સંદર્ભે DGP અનિલ ત્રિપાઠીની દલીલો ગ્રાહ્ય રાખી બંને આરોપીઓની આગોતરા જામીન અરજી નામંજૂર કરવાનો હુકમ કર્યો છે.
વાપીમાં સ્પા સંચાલક પાસે રૂપિયા 5 લાખની માંગ કરનાર કહેવાતા 3 પત્રકાર ક્રિષ્ના ઝા, સોનિયા ચૌહાણ અને સેમ શર્મા સામે વાપી ટાઉનમાં સ્પા સંચાલકે ફરિયાદ નોંધ...