ભિલાડ ચેકપોસ્ટ પર પોલીસનું સઘન ચેકીંગ, મહારાષ્ટ્ર તરફથી આવતા તમામ વાહનોનું કરાઈ રહ્યું છે ચેકીંગ
ગુજરાતમાં હાલ વિધાનસભા ચૂંટણી 2022ને લઈ આચારસંહિતા અમલમાં છે. ત્યારે, આચારસંહિતા હેઠળ ક્યાંય કાયદાનું ઉલ્લંઘન ના થાય, દારૂ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી ના થાય તે માટે વલસાડ જિલ્લાની સરહદી ચેકપોસ્ટ પર સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી ચેકીંગ હાથ ધરાયુ છે. જે અંતર્ગત વલસાડ જિલ્લા અને મહારાષ્ટ્રની સરહદ પર આવેલ ભિલાડ ચેકપોસ્ટ પર 40 જેટલા જવાનો 24 કલાક ખડેપગે તૈનાત રહી વાહનોનું ચેકીંગ કરી રહ્યા છે.
વલસાડ જિલ્લાના ભિલાડ અને મહારાષ્ટ્ર ના પાલઘર જિલ્લાને જોડતી ભિલાડ ચેકપોસ્ટ પર હાલ વાહનોની લાંબી કતારો લાગી રહી છે. અહીં વલસાડ પોલીસ દ્વારા તમામ વાહનોનું સઘન ચેકીંગ હાથ ધરાયુ છે. ચેકીંગ દરમ્યાન એકાદ બે દારૂની હેરાફેરીને બાદ કરતાં કોઈ અન્ય ગેરકાયદેસર પ્રવુતિ પકડાઈ નથી. જો કે ભિલાડ ચેકપોસ્ટ પર મહારાષ્ટ્ર તરફથી આવતા તમામ વાહનોનું ચેકીંગ હાથ ધરાયુ હોય વાહનચાલકોમાં સમયના વેડફાટનો ગણગણાટ તો ગુન્હાખોરી ...