ભિલાડના ઇન્ડિયાપાડાના ૐ ત્રીનેશ્વર મહાદેવ મંદિરે 51 શક્તિપીઠના નિર્માણ માટે MLA સાહિત 11 દાતાઓનો મળ્યો સહકાર, 11 મંદિરના નિર્માણ માટે દાનની કરી જાહેરાત
વલસાડ જિલ્લામાં ઉમરગામ તાલુકાના ભિલાડમાં ઇન્ડિયાપાડા ખાતે આગામી દિવસોમાં 51 શક્તિપીઠ નું નિર્માણ થવાનું છે. આ 51 શક્તિપીઠ ના નિર્માણમાં દાતાઓ ઉદાર હાથે દાન આપે તેનું સ્થાનિક ધારાસભ્ય રમણલાલ પાટકરે બીડું ઝડપ્યું છે. ૐ ત્રીનેશ્વર મહાદેવ મંદિરનું નિર્માણ કરનારા આદિવાસી ગજાનન મહારાજે 5 એકર જમીન દાનમાં આપી 51 શક્તિપીઠ ધામ બનાવવાનો નીર્ધાર કર્યો છે. જેમાં MLA પાટકર ના સહયોગથી પ્રથમ 11 મંદિર માટે દાતાઓએ આગળ આવી દાન આપવાની જાહેરાત કરી છે.
30મી એપ્રિલે ભિલાડ નરોલી માર્ગ પર આવેલ ૐ ત્રીનેશ્વર મહાદેવ મંદિર ના પૂજારી ગજાનન મહારાજ સાથે સ્થાનિક ધારાસભ્ય રમણલાલ પાટકર, ભાજપના આગેવાનો, ઉદ્યોગપતિઓએ બેઠક કરી હતી. જેમાં અહીં નિર્માણ થનારા 51 શક્તિપીઠ ધામ માટે પ્રથમ 11 મંદિરના દાતાઓનો સહકાર લઈ આગામી દિવસોમાં શક્તિપીઠના નિર્માણનું ખાતમુહૂર્ત અને તે બાદ મંદિર નિર્માણની કામગીરી શરૂ કરવા સંકલ્પ લેવ...