વલસાડ હાઇવે પર વરસાદમાં ખાડા માર્ગ બનેલા રસ્તાઓને કારણે વાહનમાં થતા નુક્સાનમાં વધારો
વરસાદમાં ખાડા માર્ગ બનેલા રસ્તાઓને કારણે વાહનમાં થતા નુક્સાનમાં વધારો નોંધાયો છે. વલસાડ જિલ્લામાં 4,10,313 દ્વિચક્રી વાહનો, 1,20,598 કાર, 35,234 ગૂડ્સ કેરિયર અને અન્ય વાહનો મળી અંદાજિત 6,24,134 RTO રજીસ્ટર્ડ વાહનો છે. જેના માટે વલસાડ જિલ્લાના આંતરિક માર્ગો અને નેશનલ હાઇવે પર વરસાદમાં પડેલા ખાડા ખર્ચના ખાડા બન્યા છે.
દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 17 દિવસમાં સરેરાશ 75 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જેને કારણે તમામ ધોરીમાર્ગો અને આંતરિક રસ્તાઓનું ધોવાણ થયું છે. દર વર્ષની સરખામણીએ આ વર્ષે રસ્તા પર પડેલા ખાડાઓના કારણે જિલ્લાના વાહનોમાં થતા નુક્સાનમાં 30 ટકા જેટલો વધારો થયો છે.
વલસાડ જિલ્લામાં આ વર્ષે ભારે વરસાદમાં તમામ મુખ્ય માર્ગો અને નેશનલ હાઇવે ખાડા માર્ગ બન્યા છે. જિલ્લામાં સરેરાશ 75 ઇંચ જેટલો વરસાદ વરસતા રસ્તા પરના ખાડા જીવલેણ બનવા સાથે ખર્ચના ખાડામાં ઉતારનારા સાબિત...