અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર પડેલા ખાડાઓને કારણે ટાયર ફાટવાની ઘટનાઓમાં વધારો
વલસાડ જિલ્લામાં ભારે વરસાદમાં વાહનોમાં થતા નુકસાનની ફરિયાદો ઉઠી છે. ધસમસતા પાણીના પ્રવાહમાં એકાદ બે વાહનો ફસાતા તેમના એન્જીનની મરામત તેમજ ઇલેક્ટ્રિક પાર્ટ્સ ડેમેજ થવાના કિસ્સા વચ્ચે માર્ગ પરના ખાડાઓએ વાહનચાલકોને ટાયરના વધુ ખર્ચ કરાવ્યા છે. હાઇવે પરના ખાડાઓએ વાહન ચાલકો ને 1200થી 50000 સુધીનો ખર્ચ કરાવ્યો છે.
આ અંગે વાહનચાલક આશિષ ચોખાવાલાએ વસવસો ઠાલવતા જણાવ્યું હતું કે, હાઇવે પર પડેલા મસમોટા ખાડાઓને કારણે તેમની કારના 2 ટાયર ફાટી ગયા છે. જે બંને આઉટ ઓફ વોરંટી પિરિયડ હોય સીધો 16 હજારનો ખર્ચ થયો છે. તેના જેવા અન્ય અસંખ્ય વાહન માલિકો છે. જેમને માટે આ ખર્ચ અસહ્ય બન્યો છે. એટલે સરકારે આવા ખાડા માર્ગોનું વહેલી તકે સમારકામ કરવું આવશ્યક છે. ટોલ પ્લાઝા વાળા વાહનોનો ટોલ લે છે તો વાહન ચાલકોને સારા રસ્તાની સુવિધા પૂરી પાડવી જોઈએ. રસ્તા પર પડેલા ખાડા ને કારણે પરિવાર સાથે લાંબી મુસાફરી પર નીકળતા...