વાપી ટાઉનમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીને ટાઉન પોલીસે ગણતરીના કલાકોમાં દબોચી લીધો
વાપી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ એક ચાલીમાં એક ઇસમે તેમની બાજુમાં રેહતી શ્રમિક પરિવારની સગીર બાળા સાથે બળાત્કાર જેવું જધન્ય કૃત્ય આચર્યું હોય, પરિવારે વાપી ટાઉનમાં પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં ટાઉન PI બી. જે. સરવૈયા અને તેમની ટીમે આરોપી સુનિલ ઉર્ફે ચીની રામ અવધ યાદવની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
વાપી વિસ્તારમાં આવેલી એક ચાલીમાં રહેતા સુનિલ ઉર્ફે ચીની રામ અવધ યાદવ નામના યુવકે તેમની પડોશમાં રહેતી 12 વર્ષીય સગીરા પર 15 દિવસમાં 2 વખત દુષ્કર્મ આચર્યુ હતું. ઘટના અંગે સગીરાએ તેની નાનીને જાણ કરી હતી. જે બાદ સગીરાની નાની અને માતાએ સગીરા ઉપર દુષ્કર્મ આચરનાર યુવક વિરુદ્ધ વાપી ટાઉન પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી તાત્કાલિક યુવકની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.
દુષ્કર્મનો ભોગ બનનાર પીડિતા તેના ભાઈ બહેન અને માતા પિતા અને નાની સાથે ...