
વાપીમાં પાલિકા સભ્યએ સતત પાંચમી વખત કાચા ઘરમાં રહેતા પરિવારને સ્વખર્ચે પાકું ઘર બનાવી આપવાના સંકલ્પ સાથે PM મોદીના જન્મદિવસની ઉજવણી કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 73માં જન્મદિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ વાપી નગરપાલિકાના વોર્ડ નંબર 7મા જરૂરિયાતમંદ અને ઘરવિહોણા પરિવારને વાપી નગરપાલિકાના ભાજપના સભ્ય દિલીપ યાદવ અને સતીશ પટેલ દ્વારા સ્વખર્ચે નવું મકાન બનાવી આપવાનું ખાતમુહરત રાજ્યના નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરાવ્યું હતું.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 17મી સપ્ટેમ્બરે જન્મદિવસ હોય. જેની ઉજવણીના ભાગરૂપે જરૂરિયાતમંદને મદદરૂપ થઇ શકાય તેવી ભાવના સાથે વાપી નગરપાલિકાના સભ્ય દિલીપ યાદવ સતત પાંચ વર્ષથી આ અનોખો સેવાયજ્ઞ ચલાવી રહ્યા છે. વાપી નગરપાલિકાના વોર્ડ નંબર 7માં જ જન્મ બાદ યુવા વયે રાજકીય કારકિર્દી શરૂ કરનાર દિલીપ યાદવે પોતાના વિસ્તારમાં રહેતા અનેક લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ અપાવ્યો છે. ત્યારે, આ વિસ્તારમાં કેટલાક એવા ગરીબ પરિવારો પણ વસવાટ કરે છે. જેઓના ઘરના કોઈ પુ...