વાપીમાં મુસ્કાન NGO એ મિશન ફૂટપાથ અભિયાન હેઠળ ગરીબ દીકરીને ભણાવી પગભર કરી, પરણવા લાયક થઈ તો લગ્નનો ખર્ચ ઉપાડી લગ્ન કરાવ્યા….!
Meroo Gadhvi, Auranga Times
વાપીમાં આવેલ ચલા સોસાયટીમાં એક ગરીબ પરિવારની દીકરીએ લગ્ન બંધનમાં બંધાઈ ગૃહસ્થ જીવનમાં પગલાં પાડ્યા હતાં. આ દીકરીના માતાપિતા ગરીબ હોય દીકરીના લગ્નનો તમામ ખર્ચ મુસ્કાન NGO ની મહિલાઓએ ઉપાડ્યો હતો. જેઓએ નંદીની નામની આ ગરીબ દીકરીના સમીર નામના યુવક સાથે લગ્ન કરાવી પ્રભુતામાં પગલાં મંડાવ્યા હતાં. NGO ની બહેનો અને દાતાઓએ આ દંપતીને સુખી દામ્પત્ય જીવનના શુભ આશિષ સાથે વિદાય આપી હતી.
વાપીમાં મુસ્કાન NGO નામની સંસ્થા કાર્યરત છે. છેલ્લા 12 વર્ષથી આ સંસ્થા મિશન ફૂટપાથ અભિયાન હેઠળ ગરીબ બાળકોને શિક્ષણ આપવા સાથે તેમનો તમામ શૈક્ષણિક ખર્ચ ઉપાડે છે. તો, બીમાર અને સારવારની જરૂરિયાતવાળા ગરીબ બાળકોની સારવારનો ખર્ચ ઉપાડી સ્વસ્થ બનાવે છે. આ સંસ્થા વાપીના રીમાં કાલાણી નામની મહિલાએ શરૂ કરી હતી. જે બાદ તેમાં અન્ય મહિલાઓ જોડાતા આજે વટવૃક્ષ બની છે. શિક્ષા-સ્વાસ્થ્ય ક્ષેત્રે ગરીબ બાળકોના...